‘મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી’ નું ટ્રેલર ચાહકો વચ્ચે આવી ગયું છે. ફિલ્મ મા કંગના રણૌતે રાણી લક્ષ્મીબાઇની તેજસ્વી ભૂમિકા ભજવી છે.

રાણી લક્ષ્મીબાઇ પોતાના પતિના મૃત્યુ પછી ઝાંસીના સામ્રાજ્યને બચાવવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બહાદુરીથી લડ્યા હતા અને 1857 માં બ્રિટિશરો વિરુદ્ધ ભારતીય સ્વતંત્રતા માટેના પ્રથમ યુદ્ધમા આગવી ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ અને બાહુબલીના લેખક દ્વારા લખવામાં આવી છે અને તે કૃષ્ણ જાગરામુડી દ્વારા નિર્દેશિત છે.
ફિલ્મ તેની ભવ્યતાથી તમને પ્રભાવિત કરી દેશે. 22 વર્ષની રાણીએ ઝાંસીને બ્રિટીશરોને સોંપવાનો ઇનકાર કર્યો હતો અને પુરુષ નો પોશાક પહેરીને, તેણીએ એક ભીષણ યુદ્ધ લડ્યું હતું અને લડાઇમાં માર્યા ગયા હતા પરંતુ બ્રિટિશરો સામે તેના પ્રેરણાદાયી જીવનની વાર્તા અને લડત, એ બહાદુરી અને મહિલા શક્તિની એક પ્રેરણાદાયી વાર્તા છે જે આવતી પેઢીઓને હંમેશા ને માટે પ્રેરણા આપતી રહેશે.
ફિલ્મ નુ ટ્રેલર તો ખુબ જ રસપ્રદ લાગે છે, પરંતુ ફિલ્મ દર્શકો ની અપેક્ષા પર ખરી ઉતરે છે કે નહિ તે જોવાનું રહેશે.