જો જળ હોય બનવાનું તો…

 

જો જળ હોય બનવાનું તો બે બુંદ જ બનાવજે,
જે ટપકી જાય આંખોમાંથી.
બાકી દરિયો ન બનાવતો.

જો ધુળ જ બનવાનું હોય તો ચપટી જ બનાવજે,
જો કોઈ પગ મુકે મહામાનવ તો કોઈનાં શીરે ચડુ.
બાકી ડુંગર ન બનાવતો.

જો જલવાનુંજ હોય તો એક ચિનગારી બનાવજે,
જે કાજ આવે કયાંય અજવાસ પ્રગટાવવા.
બાકી જવાળામુખી ન બનાવતો.

જો વહેવાનું જ હોય તો એક વાવળ બનાવજે,
જે તનમનને શીતળ કરી જાય.
બાકી વાવાઝોડું ન બનાવતો.

જો કંઈક હોય બનવાનું તો ખાલીપો જ બનાવજે,
તો બધી જ લાગણી અને તૃષ્ણાઓ સમાવી લઉં.
બાકી માણસ ન બનાવતો.

સમર

 

2 thoughts on “જો જળ હોય બનવાનું તો…

    1. hello Mr. Dumasia,

      Thank you for the kind words. right now the sharing option is not available. but we will update the website with sharing option very soon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *