જય ના કાન માં સવાર થી જ હિરલ ના શબ્દો ગુંજતા હતા….’ આપણે બંને અને મમ્મી પાપા અલગ થઈ જઈએ… એમને જે પણ જરૂરત હશે એઆપણે પુરી કરીશું….’
ગઈ રાતે કહેલી આ વાત….. હિરલ સારી રીતે જાણતી હતી કે કઈ રીતે જય ને મનાવવો… સારા ડિનર પછી શાંતિ થી જય ના માથાના વાંકડિયાનાના વાળ સાથે કોમળ આંગળીઓને ગોળ ગોળ વીંટાળીને કહેવાની ટેવ…
જય સવાર થી જ કંઈક અલગ બેચેની અનુભવી રહ્યો હતો. આમ તો પૈસે ટકે સુખી એટલે એમની ચિંતા તો નહોતી પણ ત્યારે એ સતતસરખામણી કરતો હતો હિરલ અને માં બાપ ની…
જ્યારે હિરલ ઘર માં વહુ થઈને આવી ત્યારે પાપા એમને નવું ના લાગે એટલે હંમેશા સાથે જમતા હોય ત્યારે દીકરી ની જેમ હિરલ ને આ આપો ,તે આપો એવી નાની જરૂરિયાત નો ખ્યાલ રાખતા…
જ્યારે પણ પાપા ની નજર માં આવે કે બંને જણા વચ્ચે કઈક રકઝક થઈ છે એટલે તરત એમના અને જય ની મમ્મી ની લડાઈ ના કિસ્સાઓસંભળાવી દેતા. અને બધા હસી પડતા…
યાદ છે તમે એ ગાર્ડન માં ગયા ત્યાંરે તારે પેસ્ટ્રી ખાવી હતી પણ મારી પાસે પૂરતા પૈસા ના હોવાથી તને એમના બદલે બીજું લેવા કીધું તું અને તેતરત તારા ઘર નું સંભળાવી દીધું કે જો એમના ઘર ના સભ્યો સાથે હોત તો એ એમની ઈચ્છા પૂરી કરે જ… અને પછી આપણી બબાલ થઈ ગઈતી…..
જ્યારે હિરલ ફક્ત ધ્યાન રાખતી જયનું…
જય ના મમ્મી પાપા જાણે બસ સાથે છે તો છે એવું જ ગણી ને રહેતી…
ખબર નહિ એમને શુ જોઈતું હતું પણ જે રીતે એમને કીધું તું એ રીતે જય ને એમ લાગ્યું કે એ પોતે નાનું બાળક છે અને કોઈ એમને ખરાબ હરકતકરતા શીખવાડી રહ્યું છે….
જય ને એમના સ્વમાન કરતા પાપા ની સાદગી, સમજાવટ, જીવન યાદ આવવા લાગ્યું….
કેવું 1 થઈ 100 ના અંક શબ્દો સાથે રાતના 12 વાગ્યા સુધી જાગીને 2 જા ધોરણમાં લખાવ્યા હતા અને એ પણ લેશન ની ડાયરી માં હોમવર્ક લખવાવાળા આસિસ્ટન્ટ ની ભૂલ ના… ભૂલ થી 1 થી 10 ને બદલે 100 થઈ લખેલા …
જ્યારે બીમાર પડ્યો ત્યારે જયનું ધ્યાન પરોવાઈ રહે એટલે કેવો લાલ રંગ નો સરસ કેસીયો લાવી આપ્યો તો…
જ્યારે કલાસ ના બીજા વિદ્યાર્થી સાથે ઝઘડો થતો ત્યારે એમના કારખાના માં રજા પાડીને સમજાવવા માટે આવી જતા…
જય કામ પાર થી સાંજે આવ્યો ત્યાં સુધી આ વિચારો ચાલુ જ રહ્યા…
સાંજે આવીને જયે હિરલ ને બોલાવી અને હંમેશા હિરલ ની બધી વાતો માનતા જયે ફક્ત એટલું જ કીધું….
” પાપા અહીં જ રહેશે…. તને ના પોસાય તો તું જઇ શકે છે…”
જય ની આંખો સામે હિરલ ની આંખો પરોવાઈ અને બધું જ સમજી ગઈ….
જોઈ રહી એ સંસ્કારી દીકરાને અને યાદ કરી રહી એ સંસ્કારી દીકરાના પાપા ને….
written by – Azad