વિશ્વના 7 સૌથી વધુ ધનવાન ક્રિકેટર્સ.

જ્યારથી ક્રિકેટની રમતમાં ટેસ્ટ મેચ ઉપરાંત IPL , વન-ડે અને T-20 શરૂ થઈ છે ત્યારથી ખેલાડીઓની ક્માણીમાં ખાસ્સો વધારો થયો છે. બોર્ડ તરફથી મળતી આવક ઉપરાંત અન્ય સ્ત્રોતો થકી પણ સારી આવક થાય છે. જો વિશ્વના શ્રીમંત ક્રિકેટના ખેલાડીઓની યાદી બનાવવામાં આવે તો ઘણી લાંબી થાય એમ છે. અહીં ટોપ 7 ખેલાડીઓની યાદી ચઢતા ક્રમમાં આપવામાં આવી છે.

  1. શેન વોટસન

            તેમની ખતરનાક બેટિંગથી અને પ્રતિસ્પર્ધીને ગુંચવી નાખતી બોલિંગના કારણે શેન વોટસનની ગણના વિશ્વના શ્રેષ્ટ ઓલરાઉન્ડર્સમાં થાય છે. ઓસ્ટ્રેલીયામાં 2002માં યુવાન ખેલાડી તરીકે શરૂઆત કરીને પ્રથમ શ્રેણીની રમતમાં શ્રેષ્ઠ કારકિર્દી બનાવી. IPL અને ODIની રમતોમાં પણ પોતાનો સિક્કો જમાવ્યો. તેમની નેથ-વર્થ આશરે યુએસ $ 40 મિલિયન.

 

  1. શાહિદ આફ્રીદી

            ‘લાલા’ના લાડકા નામે ઓળખાતા શાહિદ આફ્રીદીની કારકિર્દીની શરૂઆત શ્રીલંકા સામે થઈ. 16 વર્ષ અને 217 દિવસની આયુમાં પહેલી સદી ફટકારી. મિડલ ઓર્ડર બેટ્સમન અને બોલર એવા ઉમદા ઓલરાઉન્ડર તરીકે IPL અને બીજી અનેક મેચો થકી તેમની નેથવર્થ આશરે US $ 41 મિલિયન.

 

  1. શેન વોર્ન

            શેન વોર્નની ગણના વિશ્વના મહાન લેગ-સ્પિનરોમાં થાય છે. તેમની બોલિંગ સમક્ષ માસ્ટર બેટ્સમેનો પણ ગુંચવાઈ જતા. બોલર ઉપરાંત શેન વોર્ન લોઅર મિડલ બેટ્સમેન પણ હતા. તેમની કારકિર્દીમાં આંતરરાષ્ટ્રીય મેચમાં 1000થી વધુ વિકેટ અને 3000થી વધુ રન તેમના ખાતામાં બોલે છે. 2008માં રાજસ્થાન રોયલ અને અનેક આઇ.પી.એલ. અને વન-ડે મેચ વગેરે રમી ચુકેલા શેન વોર્નની નેટવર્થ આશરે US $ 50 મિલિયન.

 

      4.  વિરાટ કોહલી

           યુવાનોના દિલની ધડકન ભારતના સ્કીપર વિરાટ કોહલી એ વિશ્વમાં બધે પોતાનો સિક્કો જમાવ્યો છે. ઉમદા બેટ્સમેન કોહલી U-19, 2008 વર્લ્ડ કપથી પ્રખ્યાત થઈ ગયા હતા.      આઇ.પી.એલ. 2016માં, કોહલીએ એક સિઝનમાં ચાર સદી ફટકારી, 16 મેચમાં સરેરાશ 80 કરતા વધારે મેચમાં 973 રન કર્યા અને આઈપીએલ ઇતિહાસમાં 4000 રન પાર કરનાર પ્રથમ ખેલાડી બન્યા. તેમની નેટવર્થ આશરે US $ 53 મિલિયન.

 

  1. રિકી પોઈંટિંગ

           ઓસ્ટ્રેલીયાને 2003 અને 2007માં સળંગ બે વાર વર્લ્ડ કપ જિતાડનાર અને 1999ના વર્લ્ડ કપ ને ગણતરીમાં લેતા ઓસ્ટ્રેલીયાને વર્લ્ડ કપ હેટ્રીક ભેટ આપનાર પોઈંટિંગની ગણત્રી ઓસ્ટ્રેલિયાના ઉમદા કેપ્ટનોમાં થાય છે અને કેપ્ટન તરીકે સૌથી લાંબી કારકિર્દી ધરાવનાર, ક્રિકેટની બધી જ ફૉર્મટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર રિંકી પોઈંટિંગ વિશ્વના સૌથી શ્રીમંત ક્રિકેટેરોમાં ત્રીજા છે. તેમની નેથવર્થ આશરે US $ 65 મિલિયન.

 

  1. મહેન્દ્ર સિંઘ ધોની

            વિશ્વના શ્રીમંત ક્રિકેટરોની યાદીમાં ધોની બીજા નંબરે છે. 2016માં કેપ્ટન તરીકે ધોની સૌથી લાંબી કારકિર્દી ધરાવનાર પોઈંટિંગના સમકક્ષ થયા. પ્રતિષ્ઠિત પદ્મશ્રી ચંદ્રક મેળવનાર ધોનીએ ઘણા પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. 2015માં વાર્ષિક ફોર્બ્સની ધનવાનોની યાદીમાં 23મું સ્થાન મેળવનાર ધોનીની નેટવર્થ આશરે US $ 103 મિલઅન.

 

  1. સચિન તેંદુલકર

માસ્ટર બ્લાસ્ટર કહેવાતા સચિન માટે વધુ કઈ કહેવાનું રહેતું નથી. ક્રિકેટના ઇતિહાસમાં 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી, જેઓ વનડે અને ટેસ્ટ; બંનેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ધરાવે છે. પાકિસ્તાનની સામે 16 વર્ષની પહેલી મેચથી શરૂઆત કરનારા તેંડુલકરની મજાક ઉડાવવામાં આવી હતી. લગભગ પચ્ચીસ વર્ષ રાષ્ટ્રની સેવા કરીનિવૃત થયેલા ભારત રત્ન સચિન તેંદુલકર 664 આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા અને 34,357 રન કર્યા હતા.તેમની આશરે નેટવર્થ US $ 118 મિલિયન.

 

ભારત માટે ગર્વની વાત છે કે ટોપ 7માંથી 3 ખેલાડીઓ ભારતના છે.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *