સૌરવ ગાંગુલીએ પુષ્ટિ કરી કે સંજુ સેમસનને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં સ્થાન મળશે

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં જગ્યા મળી નથી. તે આગામી વનડે શ્રેણીમાં ટીમનો ભાગ હશે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ અંગે વાત કરતા તેની પુષ્ટિ કરી છે. તેને વિશ્વાસ છે કે સંજુ ODI ટીમનો ભાગ બનશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી બાદ તરત જ ODI શ્રેણી રમવાની છે. ટી20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર રાખવામાં આવેલા વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને પણ પસંદગીકારોએ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 ટીમમાં સામેલ કર્યો નથી. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ બુધવારે ખાતરી કરી કે આ ખેલાડી ODI શ્રેણીમાં ટીમનો ભાગ હશે.

મીડિયા સાથે વાત કરતાં ગાંગુલીએ કહ્યું કે, તે (સંજુ સેમસન) ખૂબ સારું રમી રહ્યો છે. તે પોતાની હાજરીનો અહેસાસ કરાવી રહ્યો છે અને ભારત માટે રમ્યો છે. તે T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયો હતો. મને ખાતરી છે કે તે ટીમની યોજનાનો ભાગ હશે. મને લાગે છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની વનડેમાં પણ રહ્યો છે. તે ટીમમાં હશે. તેણે આઈપીએલમાં તેની ફ્રેન્ચાઈઝી ટીમ (રાજસ્થાન રોયલ્સ) માટે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. તે ટીમનો કેપ્ટન છે અને તેનું પોતાનું પ્રદર્શન પણ ઘણું સારું રહ્યું છે.

ગાંગુલીએ કહ્યું કે, હું જાણું છું કે કદાચ તે ત્રિવેન્દ્રમનો છે. તમને ત્રિવેન્દ્રમના ઘણા સારા ખેલાડીઓ જોવા મળ્યા છે. રોહન કુનુમલે છેલ્લી રણજી ટ્રોફી સિઝનમાં ત્રણ સદી ફટકારી હતી. દેશના આ ભાગમાંથી ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ પણ આવી રહ્યા છે. બેસલ થમ્પી પણ અહીંથી આવે છે, તેથી કેરળમાં ઘણી પ્રતિભા છે. હવે તે માત્ર ફૂટબોલ ખેલાડીઓનું રાજ્ય નથી રહ્યું.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી બાદ, સમાન સંખ્યામાં મેચોની ODI શ્રેણી રમાશે. આ અઠવાડિયે ODI ટીમની પસંદગીના સમાચાર છે. સંજુ સેમસનને T20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેને ન્યૂઝીલેન્ડ A સામેની ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સંજુની કપ્તાનીમાં ભારત A ટીમે 3-0થી જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું હતું.

Also Read: ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, પંડ્યા-હુડા આઉટ, આ બે ખેલાડીઓની એન્ટ્રી, શું છે મામલો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *