મલ્ટીગ્રેઇન ઢોંસા

 

મિત્રો , ઢોંસાની એવી વેરાયટી છે જે ટેસ્ટમાં તો બેસ્ટ છે જ અનેખૂબ હેલ્ધી પણ છે.તો અત્યારે જોઈ લ્યો આ રેસીપી અને આજે જ બનાવો તમારા કિચનમાં.

સામગી્:

ચોખા-૧ કપ
અડદની દાડ-૧/૪ કપ
તુવેરની દાડ- ૧/૪ કપ
મગની મોગર દાડ- ૨ ટેબલ સ્પૂન
ચણાની દાડ-૨ ટેબલ સ્પૂન
સૂકા લાલ મરચા- ૨ નંગ
સૂકી મેથી-૧ટી સ્પૂન
ડુંગડી- ૧ નંગ (ઝીણી સમારેલી)
આદુ મરચાની પેસ્ટ-૧ ટી સ્પૂન
મીઠુ-સ્વાદ અનુસાર
લીમડો- ૪-૫ પાન
કોપરાનું છીણ-૧ ટેબલ સ્પૂન
તેલ-૧ ટેબલ સ્પૂન
જીરુ-૧ ટી સ્પૂન
અડદની દાડ-૧ ટી સ્પૂન
હીંગ-હાફ ટી સ્પૂન
કસૂરી મેથી-૧ ટી સ્પૂન
કોથમીર-૧/૪ કપ


રીત: 

ચોખા,દાડ,સૂકા લાલ મરચા અને સૂકી મેથીને ૫ કલાક માટે પલાડી રાખો.ઓછામાં ઓછા ૩કલાક પલાડવા.
તેયારબાદ પાણી નીતારીને મિકસરમાં ક્શ કરીને મીડીયમ થીક ખીરુ તૈયાર કરો.
તેમાં ડુંગડી,આદુ મરચાની પેસ્ટ,કોપરાનું છીણ અને મીઠુ ઉમેરીને સરખી રીતે મિક્સ કરી દો.
તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ,અડદની દાડ,લીમડાના પાન,હીંગ ઉમેરીને ખીરામાં વઘાર કરીને કોથમીર અને કસૂરી મેથીઉમેરીને સરખી રીતે મિક્સ કરો.
હવે નોનસ્ટીક પેન ગરમ થાય એટલે ઢોંસા ઉતારો અને સંભાર અથવા કોપરાની ચટણી સાથે સવૅ કરો.
આ ઢોંસા થોડા થીક જ ઉતરે છે.આ ઢોંસામાં ફ્રમેંન્ટેશન(આથા)ની જરૂર નથી પણ ૧-૨ કલાક રેસ્ટ આપશો તો વધારે સારા બનશે.

વેરીયેશન:

તીખાશ વધારવી હોય તો ૩-૪ સૂકા મરચા ઉમેરવા.
ઢોંસાનું ખીરુ પાથરો ત્યારે ચીઝ સ્પીંકલ કરી શકો છો.
બીજો ઢોંસો ઉતારતા પહેલા થોડુ પાણી છાંટી દેવુ અને ગેસની આંચ મીડીયમ કરી દેવી જેથી ઢોંસા બડી ના જાય.
કિ્સ્પી ઢોંસા માટે ઢોંસા ઉતારતા પહેલા ડુંગડી કાપીને નોનસ્ટીક પર લગાવી દેવી.
તો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી અડાઈ ઢોંસા.આશા છે તમને બધાને પસંદ આવશે.કમેન્ટસમાં જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *