માસ્ટર-બ્લાસ્ટર નો માસ્ટર પ્લાન.

નોન સ્ટ્રાઈકર છેડા પરથી ક્રિસ કેઇર્ન્સની બોલિંગ ડિલિવરી વિષે સ્ટ્રાઈક છેડે રમતા રાહુલ દ્રવિડને કેવા ઉપયોગી સંકેતો આપ્યા હતા તેની રસપ્રદ હકીકત.

ક્રિકેટ ફક્ત બૅટ અને બોલની જ રમત નથી માનસિક રમત પણ છે. સચિન તેંડુલકર બન્નેમાં માસ્ટર છે તે તો માનવું પડે.
બે વર્ષ પહેલાં એક ખાનગી ઇવેન્ટમાં, સચિને મોહાલીમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ દરમિયાન નોન-સ્ટ્રાઈકરના છેડે રહીને ક્રિસને કેવી રીતે મુંઝવી દીધો હતો તેનું રહસ્ય ખોલ્યું હતું. વાત જુની છે પણ જાણવા જેવી મઝાની છે.
“હું અને રાહુલ દ્રવિડ સાથે બેટિંગ કરી રહ્યા હતા. ક્રિસના ખતરનાક રિવર્સ સ્વિંગ ફેંકાઇ રહ્યા હતા અને તેની બોલિંગ અમને હેરાન કરી રહી હતી, કેમકે તડકાના લીધે અમે બોલ પારખી શકતા ન હતા.” તેંડુલકરે જણાવ્યુ “ક્રિસે અમને ગુંચવી નાખ્યા હતા. અમે લાચાર હતા કેમકે બોલની ચમકતી બાજુ પારખી શકતા ન હતા”. તેંડુલકરએ કહ્યું “મેં રાહુલને કહ્યું કે ‘મારી પાસે એક આઇડિયા છે’. મેં કહ્યું ‘હું બોલરની નજીક હોવાથી જ્યારે તે રન-અપ લેશે ત્યારે બોલની સાઈડ દેખાશે”.

“નોન સ્ટ્રાઈકર છેડેથી બોલની જે બાજુ ચમકતી હશે, હું તે બાજુના હાથમાં બેટ પકડીશ. જો તે આઉટ-સ્વીંગર બોલિંગ કરશે તો બેટ મારા ડાબા હાથમાં હશે. જો તે ઇન-સ્વીંગર બોલિંગ કરશે, તો બેટ મારા જમણા હાથમાં હશે.” તેંડુલકરે કહ્યું.
“તેથી મારી કારકિર્દીમાં આ એકમાત્ર સમય હતો કે જ્યારે બેટ્સમેન બોલનો સામનો કરવા તૈયાર છે, ત્યારે તે બોલરને નહીં પરંતુ મારા હાથમાં પકડેલા બેટને જોતો હતો”. તેંડુલકરે પ્રેક્ષકોના તાળીઓના ગડગડાટ અને હાસ્યની છોળો વચ્ચે કહ્યું.

અચાનક જ કવર ડ્રાઈવમાં બે બાઉન્ડરી ગઈ, ઑન-ડ્રાઇવ્સ પર મિડવિકેટ અને મિડ-ઑન પર ધૂઆંધાર બેટિંગ શરૂ થતાં ક્રિસ આશ્ચર્યમાં મુકાઇ ગયો કે ‘આ લોકો હમણાં સુધી દરેક ઓવરમાં બે-ત્રણ વાર માર ખાતા હતા અને અચાનક મારી બોલિંગ પર બાઊન્ડરી જવા માડી, જરૂર કશી ગડબડ તો છે જ”. તેંડુલકરે વર્ણન કરતાં કહ્યું.
તેંડુલકરે સ્વીકાર્યું હતું કે, ત્યારબાદ ફિલ્ડરોને પણ શંકા આવી હતી “સામાન્ય રીતે નો-સ્ટ્રાઈકરનો બેટ્સમેન ગોલંદાજ તરફ નહીં પણ બીજા બેટ્સમેનને જોતો હોય છે. હું ઝડપથી મારું બેટ બદલતો હતો”.

અમારી વ્યૂહરચના કામ કરી ગઈ. નિરાશ થઈને કેઇર્ન્સએ, દ્રવિડને ક્રોસ-સીમ ડિલિવરી આપી. “રાહુલને અથવા સામા છેડે શું થઈ રહ્યું છે તે જોવાને બદલે ક્રિસે મારી તરફ જોઈને પૂછયું, ‘હવે તમે આનું શું કરશો?’” તેંડુલકરે કહ્યું.

“ક્રિસને ખબર ન હતી કે મેં રાહુલને ચેતવણી આપી હતી કે જો હું બોલ પારખી ન શકુ તો બેટને મધ્યમાં પકડી રાખીશ”. તેંડુલકર યાદગીરીઓને તાજી કરતાં સ્મિત કરી રહ્યો હતો. “ટૂંકમાં આપના પ્રતિસ્પર્ધીઓ કરતાં હમેંશા એક ડગલું આગળ રહેવું જોઈએ”.

છે ને માસ્ટર બ્લાસ્ટર નો માસ્ટર પ્લાન ?  મિત્રો આ લેખ ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો.

3 thoughts on “માસ્ટર-બ્લાસ્ટર નો માસ્ટર પ્લાન.

  1. Heya i am for the primary time here. I found this board and I to find It truly
    helpful & it helped me out much. I am hoping to offer one thing again and help others such as you aided me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *