છગન રોન

આખા ગામે જંગલ ફેંદી માર્યું પણ છગન રોન નો કઈ પતો ના મળ્યો…

છગન રોન… નામ જ કંઈક વિચિત્ર લાગે એવું છે…

વાત જાણે એમ હતી કે… અમરેલી જિલ્લા ના રામપુર ગામ નો રહેવાસી એટલે છગન…

છગન ના બાપ પાસે વારસા માં આપવા માટે કઈ ખાસ નહોતું છતાં પણ એમને વારસામાં આપતો ગયો પત્તો. વાત છે 80ના દાયકા ની. એક ઋતુ ની સીઝન ચાલતી , ગામ સુધી હજુ નહેરો ના પાણી નહોતા પહોંચ્યા અને કુવો કરવાનો કોઈને વેંત નહોતો. છગન ના બાપા, મનસુખભાઇ ખેતર માં દાડીયા તરીકે કામ કરતા. ચોમાસા માં કામ મળી રહેતુ પણ બીજે બેમોસમમાં છગન, એનો એક ભાઈ, ચંદન અને બેન, કિંજલ નું પેટ ભરવા વેઠ ઉતારતો અને નવરો સિમ માં બાવન પતોરમવા બેસી જતો. છગન સૌથી નાનો, હજુ એક વરસ નો થયો ત્યારથી પત્તે રમતા બાપ ના ખોળા માં બેસીને મોટો થયોએટલે પત્તો રમતા અને પત્તે રમતા માણસ ને સારી રીતે ઓળખતા આવડી ગયું હતું. છગન ને જન્મ દઈને એમની માં સ્વર્ગસિધાવી ગયા’તા.

છગન પણ પાંચ વર્ષ નો થયો એટલે ગામ ના ઓટલે બેસીને એક નૈયાથી રમવાનું ચાલુ કર્યું. બાપે છ વર્ષ નો થયો એટલેભણવા બેસર્યો. પણ ભાઈને પત્તો નસે નસ માં બેસી ગયો તો. ટીચર પેલા ધોરણ વાળા ને એક , બે , ત્રણ શીખવતા હતાપણ છગન ભાઈ ને તો બધું આવડતું જ હતું. ટીચરે બોર્ડ પર એક, બે, ત્રણ અંક માં લખ્યું અને છગન ને ઉભો કરીને પૂછ્યું કેઆ વાંચ અને છગન ફટાફટ વાચી ગયો….. એકો દુડી ને તંગડી…..રોન….

આખો ક્લાસ હસી પડ્યો અને ટીચરે પણ છગન ને બરાબર ફટકાર્યો. ત્યાંર થી છગન ની છાપ આખા ગામ માં પડી ગઈરોન…. છગન માંથી બની ગયો છગન રોન…

નૈયા થી ચાલુ કરેલી તીન પત્તિ ધીમે ધીમે મોટી થતી ગઈ. આખા ગામ માં કોઈ એવું નહિ હોય કે છગન ને પત્તાં માં હરાવીશકે. પણ પત્તો વ્યસન એવું હતું કે હારવા છતાં કોઈ એમને મૂકી શકતું નહોતું અને દર વખતે છગન થોડા ઘણા રૂપિયાલઈને જ ઘરે આવતો. પાવલી, આઠાના, રૂપિયો પછી પાંચ નું ડબ્બુ, દસ નું ડબ્બુ આગળ વધતું જ રહ્યું. છગન નો બાપ કઇબોલતો નહિ. આખો દિવસ મજૂરી કરીને જે મળતું એનાથી ઘર તો ચાલી જતું પણ મોટા ભાઈ અને લાડલી બહેન નાભણતર ના ભારણના પૈસા છગન જ લાવતો.

છગન અને કિંજલ વચ્ચે નાનપણ થી અતૂટ પ્રેમ. પત્તે રમીને ઘરે આવે એટલે છગન નો પહેલો સવાલ એ જ હોય કે “કિંજલક્યાં છે….?” કિંજલ ને ના જુએ એટલે તરત જ ખળભળી ઉઠે. બહાર ગમે ત્યાંથી આવે એટલે બહેન માટે કઈક ને કઈક લેતોજ આવે, બહેન ને આ ભાવે, એમને આવા કપડાં ગમે, બહેન ને આ રમકડું બહુ ગમે. એમના હિમાલય ની ટોચ જેવા પ્રેમનાવખાણ આખા ગામ માં થતા. એકવાર માસ્તરે લેશન બાબતે કિંજલને મારી અને આ વાત ની જાણ છગન ને થઈ. એ સ્કૂલેગયો અને માસ્ટર ના મો પર બે તમાચા જીકી દીધા. એ લાલ થયેલા મસ્તારના ગાલ માં છગન નું ભણતર પુરૂ થઈ ગયું.પણ હા , આ ઘટના પછી ક્યારેય કોઈએ કિંજલ સામે કોઈ આંખ ઉંચુ કરીને નથી જોયુ.

સમય વીતતો ગયો. છગન રોનને આજુ બાજુ ના ગામ વાળા પણ જાણવા લાગ્યા. જાણે કોઈ અલૌકિક શક્તિ હોય એમછગન પાના ને જોઈને જ જાણી જતો કે ઊંધા પાનાં માં શું આવેલું હશે. હવે છગન બાજુ માં આવેલા મોટા ગામ માં પણરમવા જતો અને બધા પૈસા ભાઈની કોલેજ ની ફી ભરવા માં જતા. ચંદન આગળ ભણવા માટે બાજુના શહેર માં ગયો અનેહવે કિંજલ મોટી થઈ ગઈ હોવાથી ઘરનું બધું કામ સંભાળી લેતી, છગન ના પિતાજી હવે વૃદ્ધ થઈ ગયા હતા. ચંદનભાઈજેવા ડૉક્ટર બન્યા એટલે ભાઈ બહેન ના લગ્ન માટે મનસુખભાઇ એ બધા છોકરા વચ્ચે વાત કરી એટલે ચંદને કહ્યું કેએમને એમના કોલેજ ની એક છોકરી પસંદ છે. મનસુખભાઈએ ચંદન ની ખુશી માં પોતાની ખુશી માની લીધી. મનસુખભાઈએ પછી સારા ઠેકાણે છોકરો ગોતી ને બહેન ભાઈ બંને ના લગ્ન નક્કી કરી નાખ્યા.

બહેન ના લગ્ન નક્કી થતા જ છગન ભાંગી ગયો. એમને મન માં થયું કે હવે બહેન જતી રહેશે. પણ સમાજ વ્યવસ્થા જે રીતેહોય એ રીતે ઢળવું પડે જ એ માનીને છગન લગ્નના ખર્ચ માટે પાઇ પાઇ ભેગા કરવાનું ચાલુ કર્યું. બહેન ની વિદાય ખૂબ જકષ્ટદાયક હતી, વિદાય માં કિંજલ છગન પાસે આવી અને કાન માં કહ્યું કે ભાઈ હું તને કહું એ માનીશ. છગને માથું હકાર માંધુણાવ્યું. કિંજલે કીધું કે “જો મૂકી શકે તું, તો હવેથી પત્તો રમવાનું છોડી દે જે.” ભારે હૈયે છગને બહેન ને વિદાય આપી. લગ્નપછી ચંદન શહેર માં રહેવા માટે ગયો અને એમનું ક્લિનિક પણ ત્યાં જ કર્યું. ઘરે રહ્યા ફક્ત બાપ અને દીકરો.

બાપે પણ કહ્યું કે છગન હવે આપણી જરૂરિયાત ઓછી છે. એટલે પત્તો ના રમ તો સારું. કેમ કે મનસુખભાઈને હવે ફક્તછગન ની જ ચિંતા હતી. છગન ના લગ્ન થઈ જાય એટલે મનસુખભાઇ પોતાના ફર્જ માંથી મુક્ત થાય. કોઈ જુગારીને ત્યાંકોઈ પોતાની દીકરી ના સોંપે. છગન રોન પણ માની ગયો અને બહેન અને પિતાની ઈચ્છા મુજબ પત્તો રમવાનું છોડી દીધો.

થોડા સમય પછી મનસુખભાઇ શહેર માં મોટા દીકરા ને મળવા ગયા અને એમને ભલામણ કરી કે જો કોઈ નાના મોટીનોકરી એમના ઓળખીતા માં હોય તો છગન ને નોકરીએ ચડાવી દે એટલે એમના લગ્ન માટે કોઈને પૂછીએ. ત્યારે ચંદનેબાપ ને કહ્યું, ” પિતાજી, તમે એને શુ શીખવાડ્યું છે કે એને હું નોકરી અપાવું. જુગારી ને કોઈ નોકરી કે છોકરી ના આપે.આટલી ઉમર નો થયો નોકરી શુ, એને કોઈ નોકર તરીકે પણ ના રાખે…”

ભણેલા ભણતર ને સચોટ શબ્દો માં વર્ણવતા ચંદન ને જોઈને એમના બાપે એટલું જ કહ્યું, “બેટા, સુખી થા”

ઘરે આવતા થયા ત્યારે ચંદને પૂછ્યું કે પૈસા ની જરૂર હોય તો કહેજો, હું મોકલી આપીશ. રૂબરૂ આવેલા બાપને જે દીકરોપૈસા મોકલી આપવાનું કહેતો હોય એના પાસે શુ આશા રાખવી. ભારે હૈયે નકાર માં માથું ઝુકાવી ઘરે આવ્યા. છગન ગામમાં કોઈના ઘરે નાનું મોટું કામ કરતો અને જે પણ કમાતો એ સાંજે બાપ ના હાથ માં દઈ દેતો.

મનસુખભાઇ મન માં બંને વચ્ચેની તુલના કરતા રહ્યા અને હૈયામાં શબ્દભેદી બાણ જેવા ચંદન ના શબ્દો ખૂંચતા રહ્યા અનેએમાં જ એમને હૃદયનો હુમલો આવ્યો અને મૃત્યુ થયું. પણ મૃત્યુ વેળા ચંદન ની બધી વાત છગન ને કહેતા ગયા અનેભલામણ કરી કે કિંજલ નું ધ્યાન રાખે. ત્રણેય ભાઈ બહેનો ને પિતાજીની ઉત્તર ક્રિયા પુરી કરી અને પોતા પોતાના કામેવળગી ગયા.

છગન રોન હવે એકલો થઈ ગયો. સુનું ઘર એમને ખૂંચતુ પણ કરી શુ શકે…

અચાનક એક વાર બહેન ના ઘરેથી સમાચાર આવ્યા કે કુમાર ને મગજ માં ગાંઠ છે અને એમને એક અઠવાડિયાથીહોસ્પિટલમાં દાખલ કર્યા છે. તાબડતોડ છગન ત્યાં પહોંચી ગયો. કિંજલ ની રોઈ રોઈ ને લાલ સોજી ગયેલી આંખ જોઈનેછગનની આંખમાં પણ આંસુ આવી ગયા. માંડ કરીને પોતાની જાત ને સંભાળી અને કુમાર ને મળ્યો અને કહ્યું, “પટલ, તમેચિંતા ના કરતા, છગન છે ને હજુ”

ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન માટે દોઢ લાખ થશે. છગન પાસે તો ફૂટી કોડી પણ નહોતી. કુમાર પાસે પણ કઇ ખાસ નહોતું.અચાનક છગન ને મન માં ઝબકારો થયો અને ડોકટર ને કહ્યું તમે ઓપરેશન ચાલુ કરો કાલે તમને પૈસા મળી જશે.

ખૂબ જ વિચાર કર્યો કે પત્તે ના રમુ. પણ પછી થયું કે જે બહેનના વેણ માટે એ નથી રમતો એ બહેન ની ખુશી જ નહીં રહે તોવેણ શુ કામ નું…?

તરત જ ગામ ના ચાર લંગોટિયા મિત્રો ને ફોન કરીને પૈસા લઇને આવવા કહ્યું. મિત્રો પણ ટકોરા જેવા. થોડા કલાક માં પૈસાસાથે ત્યાં હાજર થઈ ગયા. બાજુ ના મોટા શહેરના ખૂબ મોંઘા કેસીનો માં ગયા. પૈસા ના કોઈન માં ચેન્જ કરીને તીન પત્તિરમવા બેઠો. સામે એક ધનવાન શેઠ એમની સ્વરૂપવાન પત્ની સાથે બેઠા હતા અને બીજા ચાર જણા ટેબલ પર ગોઠવાયા.

ખેલ શરૂ થયો. છગન જાણે કોઈ પત્તાં ના દેવતા ની સ્તુતિ કરતો હોય એમ આંખ બંધ કરીને હળવેથી ખોલી. પત્તાં વહેંચાયા.પહેલી જ ચાલ અને છગન બંધ માં રમ્યો. સામે શેઠ અને બીજા ચારેય બંધ માં ચાલ્યા. ધીમે ધીમે ચાલ મોટી થઈ. બીજાનીધીરજ ખૂટતા પાના જોવા લાગ્યા અને બાજી માં દમ ના લાગતા મૂકી દીધા. હવે છેલ્લે શેઠ અને છગન રહ્યા. બાજી નુંકાઉન્ટર એંસી હજાર પર પહોંચ્યું હતું અને ચાલ હતી વિસ હજાર ની. આજુ બાજુના લોકો ભેગા થઈ ગયા જોવા માટે. ખેલબરાબર જામ્યો હતો. કેસીનોનો મેનેજર પણ ત્યાં હાજર થઈ ગયો. શેઠને થયું કે આ બધા મહેનત ના રૂપિયા છે. એમ કરીનેએમને પાના જોઈ લીધા. શેઠ ને લાલનો દસ્સો, ગલ્લો અને એક્કો હતા. શેઠ મોજ માં આવી ગયા. પણ છગન પણ પોતાનાઊંધા પડેલા પન્ના ને ઓળખી ગયો હતો. શેઠ ચાલીસ હજાર ની ચાલ રમ્યા અને સામે છગન બંધ માં વિસ હજાર નાખ્યા.એના પછી પણ ફરી એક વાર શેઠ ચાલીસ નાખ્યા અને છગને વિસ.

હવે શેઠ ની બધી ધીરજ ખૂટી પડી હતી. છગન ના મિત્રો પણ કહેવા લાગ્યા કે હવે આપણી બધી મરણમૂડી પણ દાવ માંલાગી ગઈ છે. બધા ના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. બાજી બે લાખ પર પહોંચી હતી. શેઠ ના કપાળ નો પરસેવો નક્કીનહોતો કરતો કે ડર નો છે કે કલર ની ખુશી નો.

શેઠથી ના રહેવાયું એટલે છેલ્લા ચાલિસ હજાર નાખ્યા અને શૉ કર્યો. બાજી બે લાખ ને ચાલીસ હજાર પર પહોંચી હતી. શેઠેશૉ કર્યો હતો એટલે એમને પહેલા ત્રણેય પન્ના બધાની સામે કર્યા અને એક્કા ની કલર જોઈને બધા તાળીઓ વગાડવાલાગ્યા. અમૂકે તો શેઠ ને શાબાશી પણ આપી કે “વેલ પ્લેયડ”. હવે વારો આવ્યો છગન નો. એમને ઉલટી બાજી રાખીને જકહી દીધું કે “શેઠ મને એમ જ છગન રોન નથી કહેતા, રોન જ છે” એમ કહેતા ત્રણેય પાના એક સાથે ટેબલ પર જોર થીપછાડતા ચત્તા કર્યા. એકો દુડી ને તંગડી…. બસ મિત્રો તો જાણે આ જોઈને બચપન ની બોર્ડ પરની ‘એકો દુડી ને તંગડી’યાદ આવી ગયા અને ભેટી પડ્યા છગન ને. બધા એ ખૂબ કીકીયારીઓ બોલાવી પણ છગન ની આંખ સામે સોજી ગયેલીકિંજલ ની આંખ દેખાતી હતી.

પૈસા લઈને છગન ફટાફટ હોસ્પિટલ આવ્યો અને ડોક્ટર ને આપતા કહ્યું , “ડોકટર સાહેબ, મારા પટલ ને કઇ થવું નાજોઈએ….”

ઓપરેશન સફળ રહ્યું અને થોડા દિવસ માં કુમાર ઘરે પણ આવી ગયા. બધા એ છગન નો આભાર માન્યો અને છગનેએમની આવેલી રોન નો.

હર્ખના આંસુ સાથે બહેન નજીક આવી અને છગન ને કહ્યું , “જિંદગીનો આ ઉપકાર કેમ ચૂકવી શકીશ હું. ”

“મારી જિંદગી તો હવે તું જ છો મારી બહેન” આટલું બોલતા છગન ભેટી પડ્યો.

ઘરે જતો હતો ત્યારે બહેને કહ્યું, “ભઈલા, પિતાજીની ઈચ્છા હવે હું પૂરી કરીશ, તારા માટે હું છોકરી શોધીશ”

છગને પણ સ્મિત આપ્યું અને પોતાના ઘરે આવી ગયો.

બે મહિના માં સમાચાર આવ્યા કે એમની બહેન પ્રેગ્નેન્ટ છે. ખુશી થી પાગલ થયેલા છગને આખા ગામ માં એમ જ પેંડાવહેચી દીધા. ખુશી નો પાર નહોંતો છગન નો. ઘણા દિવસે છગન ને હસતો લોકો એ જોયો હતો. પણ ઈશ્વરે કંઈક અલગધાર્યું હશે. છગન રોન ની આ ખુશી લાંબી ટકી નહીં. બાળક ની સાથે કિંજલ ના પેટ માં ગાંઠ થઈ હતી જે દિવસે દિવસે મોટીથતી જતી હતી. એમને કાઢવા માટેના પ્રયત્ન માં જ કંઈક ખામી સર્જાઈ અને કિંજલનું મૃત્યુ થયું. છગન એના ફળિયામાંઘરની પેઢલીને ટેકો દઈને બેઠો હતો. આંખ માં આંસુ અને મન માં વિચારોનો વિસ્ફોટ.

બચપણ નું અધૂરું ભણતર…

ભાઈના કડવા શબ્દો…

બાપ ની અધૂરી ઈચ્છા…

બાપ નું મરણ…

બહેન નું મોત…

એ ઉભો થયો અને ગામની સીમની નજીક ના જંગલ માં ચાલતો થયો…

એ પછી કોઈએ એમને જોયો નથી. મિત્રોએ આખું જંગલ ફરી વળ્યાં પણ છગન રોન ગયો એ ગયો એમના કઇ સમાચારપણ હજુ સુધી નથી મળ્યા….

written by – Azad

Leave a Reply

%d bloggers like this: