એરોન ફિન્ચની વિદાય સાથે ODI માંથી ડેવિડ વોર્નર કેમ બહાર થયો? ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એ તેનું જણાવ્યું કારણ

ડાબોડી આક્રમક ઓપનર ડેવિડ વોર્નર ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડેમાં રમશે નહીં. વોર્નર હવે T20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેપલ-હેડલી શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે 11 સપ્ટેમ્બરે રમાશે.

ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર કેપ્ટન એરોન ફિન્ચની વિદાય વનડે મેચમાં નહીં રમે. ન્યુઝીલેન્ડ સામેની ચેપલ હેડલી શ્રેણીની ત્રીજી મેચ ફિન્ચની કારકિર્દીની છેલ્લી વનડે હશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI મેચ (AUS vs NZ 3rd ODI) રવિવારે (11 સપ્ટેમ્બર) રમાશે. આ પછી ફિન્ચ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. ફિન્ચે સિરીઝની બીજી વનડે બાદ આની જાહેરાત કરી હતી.

આગામી 12 મહિનાના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરને આરામ આપ્યો છે. તેનાથી વોર્નરને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો સમય મળશે. આ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ માટે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે વોર્નર ભારત નહીં જાય. ઓસ્ટ્રેલિયાને ભારત સાથે 3 મેચની T20 સીરીઝ રમવાની છે. ડેવિડ વોર્નર હવે T20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. ટી-20 વર્લ્ડ કપ 2022 ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં આયોજિત થવાનો છે.

20 તારીખે ભારત vs ઓસ્ટ્રેલિયા પ્રથમ T20 મેચ:

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સીરિઝની પ્રથમ T20 મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં અને બીજી 23 સપ્ટેમ્બરે નાગપુરમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે.

ઈજાગ્રસ્ત સ્ટોઈનિસની જગ્યાએ નાથન એલિસ:

ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ પણ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયો છે. સ્ટોઇનિસ સાઇડ સ્ટ્રેનને કારણે ત્રીજી વનડે રમી શકશે નહીં. તેને બીજી વનડે મેચમાં 23મી ઓવર દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે આ ઈજા થઈ હતી. આ પછી બીજી વનડેમાં એશ્ટન અગર સ્ટોઈનિસની જગ્યાએ ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. સ્ટોઇનિસને પુનર્વસનમાંથી પસાર થવું પડશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટોઈનિસની જગ્યાએ ઝડપી બોલર નાથન એલિસને ટીમમાં સામેલ કર્યો છે.

Also Read: એશિયા કપ ફાઈનલ પહેલા શ્રીલંકાના ફાસ્ટ બોલરે ‘ગુરુ’ વસીમ અકરમની શરણ લીધી, વીડિયો વાયરલ

Leave a Reply

%d bloggers like this: